અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે સાવરકુંડલા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતાઃ તા. ૦૧ જુલાઈ,૨૦૨૬ સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  સાવરકુંડલા તાલુકાના ધાર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૫૫ (બીજો પ્રયત્ન), ધજડીપરા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૬૬ (બીજો પ્રયત્ન), વિજયાનગર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૮૭ (બીજો પ્રયત્ન) પી.એમ. પોષણ (મ.ભ.યો) કેન્દ્રોમાં સંચાલકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે. જાહેરનામાની તારીખે ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની હોવી જોઈએ. જેના આધાર તરીકે જન્મનો દાખલો અથવા સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ અરજી સાથે જોડવાના રહેશે.  સરકારના શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવો અને ગાઈડલાઈન મુજબ સંચાલકની જગ્યાએ નિમણૂક આપી શકાશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ તા. ૨૯.૦૬.૨૦૨૬ સુધીમાં મેળવી લેવું. જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા. ૦૧ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી, સાવરકુંડલાની રજીસ્ટ્રી શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. નિયમ મુજબની અરજી,લાયકાત, વય મર્યાદા તથા સરકારના ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે તેમ મામલતદારશ્રી સાવરકુંડલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts