સાઉથ અભિનેતા અજિત કુમારનો એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.જેમાં જાેવા મળી રહ્યું છે કે, અજિત કુમાર ફિલ્મના શૂટિંગ માટે સ્ટંટ કરી રહ્યો છે. તે દરમિયાન તેમની કારે પલટી મારી હતી. તમને જણાવી દઈએ કે, આ વીડિયો જુનો છે. ફિલ્મનું શૂટિંગ ગત્ત વર્ષ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતા. વીડિયોમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે કે, કઈ રીતે અભિનેતાએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવે છે અને તેની કાર રસ્તા પર પલટી મારી જાય છે. આ વીડિયો ગુરુવારના રોજ અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ત્યારથી આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, અભિનેતા ડ્રાઈવ કરી રહ્યો છે અને સાથે એક વ્યક્તિ પણ છે. ગાડીની અંદર લાગેલા કેમેરામાં આ તમામ વસ્તુઓ કેદ થઈ છે. ત્યારે અભિનેતાએ સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કારે પલટી મારી હતી. આ અકસ્માત ફિલ્મના શૂંટિગ દરમિયાન થયો છે. અન્ય વીડિયોમાં ગાડીને રેગિસ્તાનના વિસ્તારમાં દેખાડવામાં આવી છે. ગાડી ચાલી રહી છે અને અચાનક કાબુ ગુમાવે છે. ત્યાં હાજર રહેલા લોકો તરત ત્યાંથી દુર થઈ જાય છે. વીડિયો જાેયા બાદ અજીતના ચાહકો ગભરાય ગયા છે. પરંતુ તેના હિંમતના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ૫૨ વર્ષની ઉંમરમાં આટલું શાનદાર ડેડિકેશન. તમને જણાવી દઈએ કે, અજીતનો આ અકસ્માત વર્ષ ૨૦૨૩ નવેમ્બરમાં થયો છે. હાલમાં તે પોતાની ફિલ્મ વિદાયમુરચીનું શૂટિંગ કરી રહ્યો છે. જે ટુંક સમયમાં મોટા પડદાં પર રિલઈઝ થશે, અજિત સાઉથ સિવાય બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
Recent Comments