જિલ્લામાં ૮૦થી વધુ વયના વરિષ્ઠ નાગરિકોમાં મતદાન માટે ઉત્સાહઃ મતદાન મથક સુધી પહોંચ્યા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરુ છે. જિલ્લામાં ૮૦થી વધુની વયના વરિષ્ઠ નાગરિકોએ મતદાન માટે ઉત્સાહ દાખવી મતદાન મથક સુધી પહોંચ્યા છે. રાજુલાના દાતરડી મુકામે ૮૫થી વધુની વયના વરિષ્ઠ દાદાએ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર શરબત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Recent Comments