સાવરકુંડલાનું પૌરાણિક કાઠી વિદ્યાર્થી ભવનની ભાવનગર યુવરાજ અને શિક્ષણમંત્રી એ મુલાકાત લીધી.
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ અને અતિપૌરાણિક ઐતિહાસિક બાંધકામ વાળી કાઠી વિદ્યાર્થી ભવન નું સાલ 1939માં ભાવનગર મહારાજશ્રી ક્રુષ્ણકુમારસિંહજી એ ઉદ્ઘઘાટન કરી ખુલ્લી મૂકી હતી જેની શુભેચ્છા મુલાકાત માટે વર્તમાન ભાવનગર નરેશ યુવરાજસિંહજી ગોહિલ અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પધાર્યા હતા આતકે સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી અને કાઠી વિદ્યાર્થી ભવનના પ્રમુખ અશોકભાઈ ખુમાણ ઠવી, જામકા સ્ટેટ પ્રતાપભાઈ કોટીલા ઉપસ્થિત રહ્યા હતા
સાવરકુંડલા કાઠી વિદ્યાર્થી ભવન ખાતે પધારેલ ભાવનગર નરેશ યુવરાજસિંહજી ગોહિલ અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા નું બાપલુબાપુ ખાચર દાનબાપુની જગ્યા, કનુબાપુ ખુમાણ ખુમાણ મોમાઈ ધામ, દાદભાઈ ધાંધલ ચાંદગઢ સેવા સહકારી મંડળી પ્રમુખ, ઉમેદભાઈ ખાચર કરીયાણા, પ્રવીણભાઈ કોટીલા પૂર્વચેરમેન નગરપાલિકા, ભાભલુંભાઈ ખુમાણ મોટાઝીંઝુડા પૂર્વસરપંચ, વનરાજભાઈ ખુમાણ મોટાભમોદ્વા, પ્રતાપભાઈ ખુમાણ અમૃતવેલ સરપંચ, અજયભાઈ ખુમાણ સદસ્ય નગરપાલિકા, જસુભાઈ ખુમાણ તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા, નજુભાઈ ખુમાણ જાબાળ, જગુભાઈ ચાંદુ લુવારા સરપંચ, દિલુભાઈ ખુમાણ, હાથીભાઈ ખુમાણ મંત્રી, અનકભાઈ ખુમાણ ડ્રાયવર, હકુભાઈ ખુમાણ બાઢડા, કેતનભાઈ ખુમાણ, જોરૂભાઈ ખુમાણ મેકડાં, કાળુભાઇ પટગીર મેરીયાણા, અશોકભાઈ ખુમાણ સદસ્ય નગરપાલિકા, અમીતગીરી ગોસ્વામી, લક્ષમણભાઈ કલાડીયા નાનાઝીંઝુડા સહિતના સાવરકુંડલા શહેર અને તાલુકાના ગામોમાંથી કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણીઓ, યુવાનો, ભાઈઓ દ્વારા ઢોલ નગારા અને ફુલહાર, શાલ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Recent Comments