ભાવનગર

ભાવનગરમાં એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસ આઈ.ટી.આઈ. ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. મેરીટ ધોરણે યોજાનારા આ ભરતીમેળામાં સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, પેઈન્ટર, મોટર વ્હીકલ બોડી બિલ્ડર સહિતના ટ્રેડ પાસ કરેલા ઉમેદવારોએ વિભાગીય કચેરી, પાનવાડી એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા-૧૮/૦૯/૨૦૨૪ થી તા-૦૨/૧૦/૨૦૨૪ સુધી ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધીમાં કાર્યાલયના સમય દરમિયાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી લેવા જાણ કરવામાં આવે છે.

આ ઉપરાંત ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે https://apprenticeshipindia.org/ અને https://anubandham.gujarat.gov.in/hom બંન્ને વેબ સાઈટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહિત અરજી પત્રક તા-૦૨/૧૦/૨૦૨૪ના રોજ ૧૪-૦૦ કલાક સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે. (મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ-૧૦ તથા કોપા ટ્રેડ માટે ૧૨ પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે. તેમજ ઉંમર મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ રહેશે) જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલી હોય અથવા તો હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. તેમજ ઉમેદવાર દ્વારાઆપેલી ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે. તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી. ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related Posts