ગુજરાત

સુરતમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ઠગ તોડકી દ્વારા સૌ પ્રથમ ફેસબુક અને વહોટ્‌સએપ ગ્રુપ બનાવવામાં આવતા ત્યાર બાદ સામે વાળને વિશ્વાસમાં લઈ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને સુરતમાં ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના આરોપીઓની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ચિટીંગ કરતી સુરતની ટોળકી ઝડપાઈ છે.

સોશિયલ મીડિયાનો યુઝ કરી ફેસબુક તથા વ્હોટ્‌સએપ ગ્રુપના માધ્યમથી સટોક માર્કેટમાં રોકાણના બહાને કતારગામ, સિંગણપોર વિસ્તારના ચાર ઠગોની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઠગ તોડકી દ્વારા સૌ પ્રથમ ફેસબુક અને વહોટ્‌સએપ ગ્રુપ બનાવવામાં આવતા ત્યાર બાદ સામે વાળને વિશ્વાસમાં લઈ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવા ના બહાને ઠગાઈ કરવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મૂળ જૂનાગઢ,અમરેલી અને સુરેન્દ્રનગરના અને હાલ સુરતના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં ઠગાઈના અસંખ્ય કેસ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.

Related Posts