fbpx
ભાવનગર

શ્રી રતન તાતા ભાવનગર જિલ્લા ભાજપ શ્રદ્ધાંજલિ

એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને  એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ  શ્રી રતન તાતાનાં અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ ભાવનગર ગુરુવાર તા.૧૦-૧૦-૨૦૨૪ઉદ્યોગપતિ અગ્રણી શ્રી રતન તાતાના અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને  એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે.રાષ્ટ્ર માટે ગૌરવ રહેલ તાતા પરિવાર તથા ઉધોગ પરિવાર દ્વારા વ્યવસાય પહેલાં દેશનું કલ્યાણ હંમેશા ઈચ્છયું છે. શ્રી રતન તાતાનાં અવસાનથીભાવનગર જિલ્લા ભાજપ દ્વારા  શ્રદ્ધાંજલિ અપાઈ છે.જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા દ્વારા સંગઠન વતી શ્રદ્ધાંજલિ આપતાં એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને  એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેઓનું યોગદાન હંમેશા યાદ રહેશે તેમ ઉમેર્યું છે.ભાવનગર જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ અને સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદી મુજબ જિલ્લા ભાજપનાં હોદ્દેદારો  ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારુભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સાથે મંત્રીઓ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી હંસાબેન પરમાર, શ્રી નરેશભાઈ સોલંકી, શ્રી મનહરભાઈ બલદાણિયા, શ્રી હેતલબેન રાઠોડ, શ્રી હીનાબેન ગઢાદરા, શ્રી જલ્પાબેન હિંગુ તથા શ્રી શ્રદ્ધાબેન લંગાળિયા, કોષાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ સેંતા, કાર્યાલય મંત્રી શ્રી જગદીશસિંહ ગોહિલ સાથે શ્રી અભયસિંહ ચાવડા અને કાર્યકર્તાઓએ શ્રી રતન તાતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Follow Me:

Related Posts