ભાવનગર

ભાવનગર યુનિવર્સિટી ખાતે ૧૨ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે, એન્જિનિયર અને માઇક્રોબાયોલોજિસ્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા. ૧૨
ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં
આવ્યું છે.
આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની એક એકમમાં એન્જિનિયર તથા માઇક્રોબાયોલોજિસ્ટની જગ્યાઓ માટે
ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
આ માટે બી.ઈ. મિકેનિકલ તથા એમ.એસસી. માઇક્રોબાયોલોજી (માત્ર મહિલા ઉમેદવારો) જેવી શૈક્ષણિક
લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ.ક્યુ.એ.સી.
બિલ્ડિંગ, લાઇબ્રેરી સામે, યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની બે નકલો સાથે
સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે, તેમ ભાવનગર યુનિવર્સિટી રોજગાર કેન્દ્રની અખબારી યાદીમાં
જણાવાયું છે.

Related Posts