fbpx
બોલિવૂડ

શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘કિંગ’નું નિર્દેશન સુજાેય ઘોષ કરી રહ્યા છે

શાહરૂખ ખાને હજુ સુધી તેની કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. પરંતુ રિપોર્ટ્‌સ અનુસાર, શાહરૂખની આગામી ફિલ્મ ‘કિંગ’ હશે. શાહરૂખે પણ અનેક ઈવેન્ટ્‌સમાં આ વાતની પુષ્ટિ કરી છે. તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. આ ફિલ્મમાં શાહરૂખના રોલને લઈને એક મહત્વની વાત સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આ ફિલ્મમાં હત્યારાનો રોલ કરશે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે શાહરૂખ ખાન ‘કિંગ’માં ફરી એકવાર ડોનનો રોલ કરવા જઈ રહ્યો છે. આ સમાચારનું ખંડન પણ કરવામાં આવ્યું નથી. પરંતુ ૧૨૩્‌ીઙ્મેખ્તે.ર્ષ્ઠદ્બના સમાચાર અનુસાર, શાહરૂખ ખાનનો રોલ એક હત્યારાનો હશે.

હત્યારાના અર્થ મુજબ શાહરૂખે ફિલ્મમાં કેટલીક મહત્વની વ્યક્તિની હત્યા કરી છે. આના કારણો રાજકીય પણ હોઈ શકે છે. પરંતુ આ માત્ર એક અનુમાન છે. માત્ર શાહરૂખ ખાન પોતે અથવા ફિલ્મ સાથે જાેડાયેલા અન્ય લોકો જ સાચી માહિતી આપી શકશે, અગાઉ માહિતી એવી હતી કે ‘કિંગ’માં શાહરૂખ ખાનનો જ કેમિયો હશે. પરંતુ એવું નથી, તે આખી ફિલ્મમાં હશે. આમાં તેની પુત્રી સુહાના ખાન પણ તેની સાથે હશે. ફિલ્મનું બેકડ્રોપ અંડરવર્લ્ડનું છે. તેને સુજાેય ઘોષે લખી છે અને તે જ તેનું નિર્દેશન પણ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા છે. ‘પઠાણ’ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ તેને શાહરૂખ સાથે કો-પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેઓ તેની એક્શન સિક્વન્સ પણ પ્લાન કરી રહ્યા છે. ફિલ્મના એક્શન પર ઘણી મહેનત કરવામાં આવી રહી છે. આ માટે ઘણા મોટા એક્શન ડિરેક્ટરોને બોલાવવામાં આવ્યા છે. શાહરૂખ અને સુહાનાએ અલગ-અલગ ટ્રેનિંગ પણ લીધી છે. સિદ્ધાર્થ ‘કિંગ’ની એક્શનની ખૂબ જ નજીકથી દેખરેખ કરી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/