રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.સાવરકુંડલા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી સહભાગી બન્યા હતા.શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ- ચાડિયા દ્વારા અમરેલીના ચાડીયા મુકામે યોજાયેલા માતૃ વંદના ભૂમિ પૂજન કાર્યક્રમમાં આઇસીડીએસ દ્વારા પૌષ્ટિક વાનગીઓનું નિર્દશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ આ વાનગીઓને નિહાળી હતી.મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઇ.સી.ડી.એસ.) અમરેલી ઘટક- ૨ દ્વારા પ્રીમિક્સ, મીલેટ્સ અને કઠોળ સહિતની વિવિધ વાનગીઓનો નિદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાનગીઓનું નિદર્શન આઇ.સી.ડી.એસ. દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, ધારાસભ્ય શ્રીઓસહિત પદાધિકારી શ્રી-અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીના ચાડીયા મુકામે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગીઓનો નિદર્શન સ્ટોલ

Recent Comments