68માં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંદર 17 કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણામાં ધોરણ 10માં અભ્યાસ કરતા ભોકળવા પાર્થ રાજુભાઈએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભાવનગર જિલ્લાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું. જેમને શાળાના વ્યાયામ શિક્ષકશ્રી પ્રવીણભાઈ પંડ્યા તથા નીલેશભાઈ બાંભણિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પળને વધાવતા ગણેશ શાળા – ટીમાણા પરિવારે બ્રોન્ઝ મેડલ જીતનાર પાર્થભાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ગણેશ શાળા – ટીમાણાના બાળકો વિવિધ રમતોમાં જિલ્લા કક્ષાએ સતત અગ્રેસર રહેતા હોય છે, જેના કારણે છેલ્લા સાત વર્ષથી આ શાળા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકેનો પારિતોષિત પણ મેળવે છે ત્યારે આ વર્ષે જ અત્યાર સુધીમાં પાંચ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ પણ મેડલનો મેળવ્યા છે, જે સમગ્ર જિલ્લા તથા શાળા માટે ગૌરવની વાત છે.
રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાનો વિદ્યાર્થી બન્યો ભાવનગર જિલ્લાનું ગૌરવ

Recent Comments