મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતાનું અવસાન થયું
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢ અભિનેત્રી મુનમુન સેનના પતિ ભરત દેવ વર્માનું આજે કોલકાતામાં અવસાન થયું છે.તેઓ અભિનેત્રી રાયમા અને રિયા સેનએ પિતા હતા. આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે. એક રિપોર્ટ અનુસાર, ભરતની તબિયત બગડતાં જ તેને હોસ્પિટલ લઈ જવા માટે કોલકાતાના ઢાકુરિયાની એક ખાનગી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જાે કે, એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચે તે પહેલા તેમણે ૮૩ વર્ષની વયે મંગળવારે સવારે તેમના કોલકાતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
એક અહેવાલ અનુસાર, અભિનેત્રી રાયમા સેન તેના પિતાના નિધનના સમાચાર સાંભળીને કોલકાતા જવા રવાના થઈ ગઈ છે. જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે રાયમા શૂટિંગ માટે જયપુરમાં હતી. રાયમા અને રિયા સેન બંને બહેનો બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે અને બંને બહેનો આજે પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. તે વેબ સિરીઝ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કરે છે. ભરત દેવ વર્મા રાજવી પરિવારના હતા. ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના હતા. ભરતની માતા ઇલા દેવી કૂચ બિહારની રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવીની મોટી બહેન હતી. ભરતની દાદી ઈન્દિરા વડોદરાના મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી. તેણે અભિનેત્રી મુનમુન સેન સાથે લગ્ન કર્યા હતા. તેઓ અભિનેત્રી રાયમા સેન અને રિયા સેનના પિતા છે.
Recent Comments