અમરેલી

ગેરી માં પણ ગેરીરિતિ લેબ પરીક્ષણ માટે પણ લાંચ આમાં ભરોસો કરવો કોનો? અમરેલી એ.સી.બી.ની સફળ ટ્રેપ રંગે હાથ ઝડપાયા લાંચયા

અમરેલી એ.સી.બી.ની  સફળ ટ્રેપ રંગે હાથ ઝડપાયા લાંચીયા  ફરીયાદી- એક જાગૃત નાગરીક આરોપીઃ- (૧) આણંદભાઇ નરેન્દ્રભાઇ ખરેડીયા, ઉવ.૫૨, હોદ્દો સંશોધન અઘિકારી (કાર્યપાલક ઇજનેર), વર્ગ-૦૧,ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (GERI),વડોદરા રહે.સુકન લાઇફ ટાઇલ ફલેટ નંબર-૨૦૪ પાલગામ, સુરત શહેર (૨) જીગરભાઇ કલસીંગભાઇ ભુટીયા,ઉવ.૩૦,હોદ્દો-સીનીયર સાયંટીફીક આસીસ્ટન,વર્ગ-૦૩, ગુજરાત ઇન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (GERI), વડોદરા રહે.શાંતિનગર સોસાયટી,બામરોલી રોડ,ગોધરા તા.જી.ગોધરા ટ્રેપ ની તારીખ-૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમઃ- રૂા.૨૧,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૨૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૨૧,૦૦૦/- ટ્રેપનું સ્થળઃ- સરકારી સરકીટ હાઉસ રૂમ નંબરઃ-૧૧,ચીતલ રોડ,અમરેલી તા.જિ.અમરેલી, 

ટૂંક વિગત:- આ કામના ફરીયાદીશ્રીને અમરેલી શહેર ખાતે આવેલ મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબ આવેલ છે. આ લેબની સરપ્રાઇઝ વિઝીટ માં  આ કામના બંન્ને આરોપીઓ આવેલ હતા અને ફરીયાદીશ્રીની લેબની વિઝીટ કરી પોઝીટીવ રીપોર્ટ આપવા ના બદલા માં રૂ.૨૧,૦૦૦/- લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી અમરેલી એ.સી.બી નો સંપર્ક કરતા આજ  રોજ ફરીયાદી ની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા, લાંચના છટકા દરમ્યાન આ કામના બંન્ને આરોપીઓ એ ફરીયાદી સાથે સરકારી સર્કીટ હાઉસમાં રૂમ નંબરઃ-૧૧ માં આક્ષેપિત નંબર-૦૧ નાઓના કહેવાથી આક્ષેપિત નંબર-૦૨ નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ જેમાં આરોપી નં-૧ નાં રૂ.૧૫૦૦૦/- તથા આરોપી નંબર-૦૨ નાં રૂ.૬૦૦૦/- એમ કુલ  રૂા.૨૧૦૦૦/- સ્વીકારી બન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ જઈ પોતાના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હો કરેલ છે..

ટ્રેપીંગ અધિકારી :-શ્રી ટી.એસ.રીઝવી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ અમરેલી તથા ભાવનગર.રંગે હાથ લાંચયા ઓને ઝડપી પાડ્યા હતા 

Related Posts