સાવરકુંડલા તાલુકામાં વરસાદી વિરામ બાદ આજે વાતાવરણમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. મેઘરાજાએ પોરો ખાતાં જ સ્વચ્છ થયેલા આકાશમાં લીલાછમ સીમ-ખેતરોની ઉપર સપ્તરંગી મેઘધનુષ્ય ખીલી ઊઠ્યું હતું. આ આહલાદક અને કમનીય દ્રશ્યને જોઈને સ્થાનિક ગ્રામજનો તેમજ રાહદારીઓ મંત્રમુગ્ધ બન્યા હતા, અને આકાશી રંગોના મિશ્રણે સમગ્ર પંથકના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
સાવરકુંડલામાં વરસાદના વિરામ બાદ આકાશમાં ખીલ્યું મનોહર મેઘધનુષ્ય



















Recent Comments