ગાંધીનગર : ગુજરાતની સ્વનિર્ભર ખાનગી શાળાઓએ પોતાના સ્વભંડોળ, સ્વબળ અને વર્ષોની મહેનતથી ઊભું કરેલા શિક્ષણતંત્રમાં વધતી અધિકારીક દખલગીરી સામે સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળે બુલંદ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, 2026માં રજીસ્ટર્ડ ખાનગી શાળાઓને અસર કરતી વધારાની નિયંત્રણાત્મક જોગવાઈઓ અંગે મહામંડળે સરકાર સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
સંચાલનની સ્વાયત્તતા ઘટાડતી જોગવાઈ સામે રોષઃ
વિધેયકમાં Boardને રજીસ્ટર્ડ ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કાર્ય તેમજ આચાર્ય-શિક્ષકોના કાર્ય અંગે અસરકારક નિયંત્રણ અને મેનેજમેન્ટને દિશાનિર્દેશ આપવાની સત્તા આપવામાં આવી છે. મહામંડળના મતે, સ્વનિર્ભર શાળાઓની આંતરિક વ્યવસ્થામાં આ પ્રકારની વધતી દખલગીરી સંચાલનની સ્વાયત્તતા માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.
“શાળા ચલાવવી કે અધિકારીઓને સતત માહિતી આપવી?”
સ્થાનિક સ્તરે DEO સહિતના અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારની માહિતી, ડેટા અને અહેવાલોની વારંવાર થતી માંગને લઈને પણ મહામંડળમાં ભારે નારાજગી છે. સંચાલકોનો સવાલ છે કે શાળાનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે કે રોજિંદા શૈક્ષણિક કાર્યની વચ્ચે સતત વિવિધ ડેટા અને માહિતી એકત્ર કરી મોકલવાનું? લાયકાતથી લઈને સર્વિસ કન્ડિશન સુધી નિયંત્રણ:२४स्टर्ड जानगी शाजाना Principal, Teacher, Special Educator ने Non-teaching Staffની લાયકાત સરકારના નિયમો મુજબ નક્કી કરવાની તથા conduct, discipline ने service conditions अंगे Boardने नियमन કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મહામંડળના મતે, ગુણવત્તા માટેના જરૂરી ધોરણો સ્વીકાર્ય છે, જયારે સ્વનિર્ભર શાળાઓ કર્મચારીઓના પગાર વગેરે કોઈ બાબતમાં સરકારી સહાય કે ગ્રાન્ટ કે આર્થિક સહયોગ પ્રાપ્ત ન કરતી હોય ત્યારે સ્વનિર્ભર સંસ્થાઓના આંતરિક વહીવટમાં કોઈ નિયંત્રણ યોગ્ય નથી.સસ્પેન્શનના નિર્ણયમાં પણ અધિકારીની મંજૂરી:
કર્મચારી સામે inquiry pending અથવા proposed હોય અ દ્વારા suspension કરવામાં આવે તો Boardના અધિકૃત અ તથા approvalની પ્રક્રિયા રાખવામાં આવી છે અને 45 દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ છે. મહામંડળના મતે, શાળાના આંતરિક વહીવટી નિર્ણયમાં આવી વધારાની પ્રક્રિયા સંચાલકોની નિર્ણયક્ષમતાને અસર કરી શકે છે.
નિમણૂકમાં ભૂલ પડે તો ₹10 લાખ સુધીનો દંડ:
રજીસ્ટર્ડ ખાનગી શાળામાં Principal તથા અન્ય સ્ટાફની નિમણૂક અંગેની જોગવાઈઓનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને Section 41 હેઠળની penalty ₹1,000થી વધારી ₹10 લાખ કરવામાં આવી છે. મહામંડળે આટલા મોટા દંડને ખાનગી શાળા સંચાલકો માટે ગંભીર આર્થિક જોખમ ગણાવ્યું છે.
શાળા બંધ કરવી હોય તો છ મહિના અગાઉ જાણ – ₹20 લાખ સુધી દંડ: રજીસ્ટર્ડ ખાનગી શાળા બંધ કરવાની હોય તો Boardને ઓછામાં ઓછા છ મહિના અગાઉ લેખિત નોટિસ આપવાની જોગવાઈ છે. આ જોગવાઈનો ભંગ થાય તો penalty ₹20 લાખ સુધી થઈ શકે છે. મહામંડળના મતે, સ્વનિર્ભર સંસ્થાના સંચાલકીય નિર્ણય પર આ ગંભીર નિયંત્રણ છે.
સરકારી દખલગીરીનો માર્ગ વિસ્તરતો હોવાનો આક્ષેપઃ
વિધેયકમાં Section 33નો વ્યાપ રજીસ્ટર્ડ ખાનગી શાળાઓ સુધી વિસ્તૃત કરવામાં આવ્યો છે. statutory dutiesની અવગણના અને public interestની પરિસ્થિતિમાં શાળાના વહીવટ અંગે સરકાર હસ્તક્ષેપ કરી શકે તેવી જોગવાઈને લઈને મહામંડળે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ખાનગી શાળા સંચાલકોને વિશ્વાસમાં ન લેતા નારાજગી :
વિધેયક તૈયાર કરતી વખતે ખાનગી શાળા સંચાલકોના પ્રતિનિધિ સંગઠનોને પૂરતા પ્રમાણમાં વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ મહામંડળે કર્યો છે. શિક્ષણ ક્ષેત્રના મહત્વના હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા વગર નિયમનાત્મક ફેરફારો લાવવાથી સંચાલકોમાં અસંતોષ વધ્યો હોવાનું જણાવાયું છે.
આ વિધેયક બાબતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું માનવું છે કે સ્વનિર્ભર શાળાઓ સ્વતંત્ર રીતે ખૂબ સારી રીતે શિક્ષણનું કાર્ય કરી રહી છે ત્યારે બિનજરૂરી નિયંત્રણો કરી સ્વ નિર્ભર શાળાઓની સ્વાયત્તતા પર તરાપ મારવી યોગ્ય નથી. આ માટે સરકાર દ્વારા ખૂબ જ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. આગામી સમયમાં સ્વનિર્ભર શાળા સંચાલકો જરૂર પડે આંદોલાત્મક પ્રક્રિયાઓ હાથ ધરવા કટિબદ્ધ છે આ બાબતમાં ત્વરિત રીતે યોગ્ય હકારાત્મક નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે ટૂંક સમયમાં ખાનગી શાળા સંચાલકો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સકારાત્મક વિરોધ નોંધાવવા કટિબદ્ધ છે



















Recent Comments