fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને પોશ એક્ટના દાયરામાં લાવવાની માંગને ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેર હિતની અરજી (ઁૈંન્) ફગાવી દીધી હતી. એવી માગણી કરવામાં આવી હતી કે રાજકીય પક્ષોને મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ એટલે કે ર્ઁજીૐ એક્ટના દાયરામાં લાવવામાં આવે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહને અરજીકર્તાને કહ્યું કે આ મામલે પહેલા ચૂંટણી પંચનો સંપર્ક કરો. આ માટે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, જે રાજકીય પક્ષોની કામગીરી પર નિયંત્રણ રાખે છે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખે છે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ કોર્ટને જણાવ્યું કે તેમના અસીલ તેમની ફરિયાદ સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાે ચૂંટણી પંચ આ મામલે યોગ્ય પગલાં નહીં લે તો અરજદાર કોઈપણ યોગ્ય ન્યાયિક મંચનો સંપર્ક કરી શકે છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘પીટીશનનો નિકાલ કરતી વખતે અરજદારને સક્ષમ અધિકારીનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. જાે અરજદારની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે કાનૂની પ્રક્રિયા હેઠળ કોર્ટમાં આવી શકે છે. સમાજ જેવા મોટા રાજકીય પક્ષોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પક્ષોએ પોશ એક્ટનું પાલન કર્યું નથી, ખાસ કરીને આંતરિક ફરિયાદ સમિતિ (ૈંઝ્રઝ્ર)ની રચનામાં. અરજદારે માંગણી કરી છે કે તમામ રાજકીય પક્ષો ર્ઁંજીૐ એક્ટની કલમ ૪ હેઠળ ૈંઝ્રઝ્રની રચના કરે અને જાહેર કરે કે પક્ષોમાં કામ કરતા વ્યક્તિઓ એક્ટની કલમ ૨(ક) હેઠળ કર્મચારીઓની વ્યાખ્યામાં આવે છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે જાે કોઈ રાજકીય પક્ષ ર્ઁંજીૐ એક્ટનું પાલન કરે તો જ તેને નોંધણી અને માન્યતા આપવામાં આવે. સુપ્રીમ કોર્ટની આ સૂચના બાદ હવે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ જશે તેમ છતાં જાે પંચ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અરજદારને કાયદાકીય મંચની મદદ લેવાની છૂટ આપવામાં આવી છે. આ કેસ મહિલાઓની સુરક્ષા અને જાતીય સતામણીની ફરિયાદોના નિવારણ માટે રાજકીય પક્ષોમાં જરૂરી માળખાના અભાવને પણ દર્શાવે છે.

Follow Me:

Related Posts