ગુજરાત

દાહોદમાં જમીન કૌભાંડ પકડાયું, દાહોદ પોલીસે ૪ અધિકારીઓની અટકાયત કરી

દાહોદમાં થોડા દિવસો પહેલાં જમીન કૌભાંડ પકડાયું હતું. તેમાં દાહોદ પોલીસે સરકારના ૪ અધિકારીઓની અટકાયત કરી છે. જમીનોમાં ખોટા હુકમો મામલે તેઓની સંડોવણી બહાર આવી હતી. દાહોદ શહેર અને આસપાસના ગામોમાં આચરાયેલા જમીન કૌભાંડમાં , હેતુફેર તેમજ ૭૩ છછ ના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવા મામલે થોડા દિવસો પહેલાં ૭૦થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ થઇ હતી.

આ ફરિયાદમાં ૧૧૨ સર્વે નંબરોમાં તાલુકા પંચાયતના વિવિધ પ્રકારના નકલી હુકમોના આધારે જમીન બિનખેતી કરાવાઇ હોવાનું સામે આવ્યુ હતું. આ પ્રકરણામાં સરકારી અધિકારીઓ જેમ કે, તાલુકા પંચાયતના રીટાયર્ડ અધિકારીઓ જમીન સંડોવણીમાં ઝડપાયા છે. દાહોદના ૨ રિટાયર્ડ ્‌ર્ડ્ઢં, ૧ છ્‌ર્ડ્ઢં અને ૧ સર્કલ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે.જમીન એન એ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. દાહોદમાં જમીનોમાં ખોટા હુકમો મામલે સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી. દાહોદના સરકારી અધિકારીઓ ફરજ પર ના હોવા છતાંય ૪ અધિકારીઓએ ખોટા હુકમો બનાવ્યા હતા. દાહોદમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી ૪ અધિકારીઓ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા. દાહોદ પોલીસે ૪ રિટાયર્ડ અધિકારીઓની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યા હતા.

Related Posts