પૂર્વ ધારાસભ્ય ઠુંમરે મુખ્યમંત્રી ને પત્ર પાઠવી ચાંવડ મહામાહિમ ના સીક્યુરીટી કાફલા માં અકસ્માતે મોત ને ભેટેલ ખેડૂત મહિલા માં વારસદારો ને વળતર ની માંગ
લાઠી પૂર્વ ધારાસભ્ય ઠુંમરે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પત્ર પાઠવી તાજેતર માં મહામાહિમ ના લાઠી પ્રવાસ દરમ્યાન સીક્યુરીટી કાફલામાં અકસ્માતે મોત થયેલ ખેડૂત મહિલા માં વારસદારો ને વળતર ની માંગ લાઠી તાલુકાનાં ચાવંડ ખાતે મહામહિમ ગર્વનરશ્રીના સીક્યુરીટી કાફલામાં થયેલ અકસ્માતમાં મહિલાનું મોત થયેલ હોય તેમનાં કુટુંબ અને વારસદારોને યોગ્ય વળતર ચુકવવા ઠુંમરે વિગતે રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર પાઠવ્યો લાઠી તાલુકાનાં ચાવંડ ખાતે મહામહિમ ગર્વનરશ્રીની સીક્યુરીટીના કાફલામાં થયેલ અકસ્માતમાં એક ખેડુત મહિલા પોતાના ખેતરે ભાત દેવા જઈ રહ્યા હતાં અકસ્માતનો ભોગ બનેલ છે. તાત્કાલીક હોસ્પિટલ જવા માટે પણ તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં તેઓનું દુ:ખદ અવસાન થયેલ છે દુ:ખદ છે. અકસ્માતમાં મોતને ભેટેલ મહિલાના કુટુંબ અને તેના વારસદારોને ભવિષ્યમાં મુશ્કેલી ન પડે તે માટે પુરતુ વળતર ચુકવવા માટે આ પત્રથી વિનંતી સહ રજુઆત કરી રહ્યો છું તેમ જણાવ્યું હતું
Recent Comments