શિવકુંજ આશ્રમ જાળિયા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા

શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદનજાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો ઉલ્લેખ કરી પ્રસન્નતા વ્યક્ત કરી છે.ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની આ મુલાકાત વેળાએ શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું. આ સાથે જ આશ્રમનાં યજ્ઞસ્થાનમાં વંદના કરી પ્રદક્ષિણા લાભ પણ લીધો.
Recent Comments