ગુજરાત

ડાંગ જિલ્લામાં તાંત્રિક વિધિના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી લેતા પોલીસે ૬ લોકોની ધરપકડ કરી

ડાંગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગામ માં તાંત્રિક વિધિના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી હતી તેના સંબંધીત કિસ્સામાં પોલીસ તપાસ દરમિયાન ૬ લોકોની ધરપકડ કરી છે. આ ગામના કેટલાક તાંત્રિક વિધિ કરનારા લોકોએ ૩ મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી અને તેમની પર તાંત્રિક વિધિ કરી હતી. આ વિધિથી ત્રાસી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડાંગના જામન્યા માળ ગામે તાંત્રિકવિધિ કરનારાઓએ ગામની ૩ મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી. તાંત્રિકવિધિ ૩ જેટલી મહિલાઓ પર કરવામાં આવી હતી. ૩ પૈકી એક મહિલાને માઠું લાગતા આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે મહિલાના પુત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૬ લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લોકોમાં ભયનો માહોલ છે.

Related Posts