અમરેલી

વિવિધ ખેતીવાડી યોજનાકીય સહાયનો લાભ મેળવવા ખેડુતોને રજિસ્ટ્રેશન કરાવવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા અનુરોધ

રાજયમાં ખેડુતને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળી રહે તે માટે ખેડુતોએ નોંધણી કરવાની રહે છે. ભારત સરકારના સંદર્ભ પત્ર મુજબ PM-KISAN યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા તમામ ખેડુતોએ આ માટે અરજી કરવાની રહે છે. પાત્રતા ધરાવતા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. વિવિધ સહાયકીય યોજનાઓની અરજી માટે તા.૦૧/૦૧/૨૦૨૫ થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. નવા અરજદારોએ પહેલા ફાર્મર રજિસ્ટ્રીમાં ફરજિયાત નોંધણી કરાવવાની રહે છે.

PM-KISAN યોજનામાં સેલ્ફ રજિસ્ટ્રેશનથી અરજી કરતા સમયે એપ્લિકેશન ફોર્મમાં ફાર્મર આઈડી (Farmer ID) ની વિગત આપવાની રહેશે.રાજ્યમાં Agri Stack-DPI હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે શરુ કરવામાં આવી રહી છે. આ અંતગર્ત રાજ્યના PM-KISAN યોજનાના તમામ લાભાર્થીઓએ યોજનાના આગામી ૧૯મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા તેમજ નવા અરજદારોએ પી.એમ કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવો જરુરી છે.ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફત તમામ વિવિધ યોજનાકીય, ધિરાણ સબંધી લાભો અને માર્કેટ સંબંધિત વિગતો સરળતાથી મળી રહેશે.

ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઇ ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહીને કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન પ્રકિયા તદન વિના મૂલ્યે મળી રહે છે. આ રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વિ.સી.ઇ.) કે તલાટી કમ મંત્રી અને સીટી વિસ્તાર માટે સીટી તલાટીનો સંપર્ક કરી ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરાવવું.પી.એમ.કિસાનના લાભાર્થી ખેડૂતને આગામી હપ્તા માટે આ ખેડુત આઈ.ડી.ની નોંધણી ભારત સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડુતોને ફાર્મર આઈ.ડી.ની નોંધણી અચૂક કરવી લેવા અનુરોધ છે.આ અંગેની વધુ જાણકારી માટે આપના ગામના તલાટી કમ મંત્રી/સીટી તલાટી(કસ્બા તલાટી) તેમજ તાલુકાકક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી/ મામલતદારશ્રીનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts