અમરેલી

હમ નહિ સુધરેગે  લાઠી ન.પા માં સરકારી નિતિ વિરૂદ્ધ નાણાકીય ઉચાપતના કિસ્સા માં પ્રાદેશિક કમિશનર કચેરી નો બે બે વખત ચીફ ઓફિસર ને આદેશ ડી ૩ માં રિપોર્ટ કરો  અન્યથા શિક્ષાત્મક પગલાં માટે તૈયાર રહો ની ચેતવણી 

લાઠી નગરપાલિકા ના વહીવટ માં સરકારી નીતિ ઓ વિરુદ્ધ ખૂબ મોટા પ્રમાણમાં ગેર વહીવટ ને લઈ થયેલ રજૂઆતો સંદર્ભ માં  ભાવનગર પ્રાદેશિક કમિશનર નો આદેશ દિન ૩ માં રિપોર્ટ રજૂ કરવા નો ભ્રષ્ટ તંત્ર દ્વારા જ ઉલ્લાળીયો કરતા ચીફ ઓફિસર ને દિન ૩ માં રિપોર્ટ નહિ કરાય તો શિક્ષાત્મક પગલાં માટે તૈયાર રહો ની ચેતવણી જિલ્લા સહાયક નિરીક્ષક એલ એફ ના ઓડીટ અહેવાલ દર્શાવેલ ગેર વહાવીટી અંગે જાગૃત નાગરિક રાજ્યગુરૂ  એ મુખ્યમંત્રી અને કમિશનર મ્યુનિસિપાલિટી  તપાસ કરી જવાબદારો સામે રિકવરી અને ક્રિમિનલ કમ્પ્લિશન કરવાની માંગ

લાઠી પાલિકા ચીફ ઓફિસરને બે-બે પત્ર ભાવનગર કમિશનરે પાઠવ્યા છતાં જવાબ આપવામાં નિષ્ફળ નિવડ્યા લાઠી રાજ્યગુરૂ છેલ્લા એકાદ વર્ષથી લાઠી પાલીકાના ઓડીટ અહેવાલના રીપોર્ટ મુજબ અલગ-અલગ પારા અન્વયે મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું જણાતા સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ સુધી લેખીતમાં ફરીયાદ કરવામાં આવી હતી.આમ છતાં ભ્રષ્ટાચારને છુપાવવા કોઈ પગલાં ન લેવાતાં આખરે સમગ્ર પત્રો સાથે મુખ્યમંત્રીશ્રી ને રજુઆત કરતા આખરે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનરને તપાસનાં આદેશ કરવામાં આવ્યા હતાં ન.પ્રા.ક.ન.પા./ હીસાબી/ ૦૨/૨૦૨૫/૧૬૭ તા.૧૩-૨-૨૫ થી માહિતીનો અહેવાલ જણાવવા લાઠી પાલીકા ચીફ ઓફિસર પાસે માંગવામાં આવેલ છતાં આપી શકેલ નહિ. આ અંગે તાકીદ તપાસ કરી પગલાં લેવા  રાજ્યગુરૂ એ ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી 

જો યોગ્ય કાર્યવાહી કરવામાં પાલીકા તંત્ર નિષ્ક્રિય થશે તો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ કરવામાં આવશે તેમ જણાવેલ છે રાજ્યગૃરું જણાવતું હતું કે લાઠી નગરપાલિકા દ્વારા જાહેર માહતી ની અનેક અરજી ઓમાં માહતી છુપાવવા ના વધતા કિસ્સા ઓમાં પણ મોટા ભાગે અપીલો પેન્ડિગ ગેર વહીવટ છુપાવવા ભ્રમિત કરતી અધૂરી માહતી ઓ સામે પણ અનેક અપીલો શહેરી વિકાસ વિભાગ અને કમિશનર કચેરી ઓમાં સુનવણી વાંકે પેન્ડિગ છે 

Follow Me:

Related Posts