ભાવનગર

જિલ્લાના પ્રભારી સચિવશ્રીએ ભાવનગરમાં યોજાયેલ મોકડ્રીલ, બ્લેક આઉટ અંગેની ઝીણવટભરી વિગતો

ભાવનગર કલેકટર કચેરી ખાતે આજે જિલ્લાના પ્રભારી સચિવશ્રી સુપ્રિતસિંઘ ગુલાટીએ ભારે વરસાદ અને
નાગરિક સંરક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ ભાવનગર જિલ્લામાં નાગરિક
સંરક્ષણના ભાગરૂપે તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે યોજવામાં આવેલ મોકડ્રીલ અને બ્લેક આઉટ
સહિત લોકોની સુરક્ષા માટે કરવામાં આવેલ તૈયારીઓ જાણકારી મેળવવાની સાથે જિલ્લાની હોસ્પિટલો, ૧૦૮
એમ્બ્યુલન્સ, સિવિલ ડિફેન્સના કર્મીઓ, ફાયર અને મહેસૂલ વિભાગ, ડિઝાસ્ટર તથા આપદામિત્રોને તૈનાત રાખવા,
નિયત કરાયેલા સ્થળોએ સાયરનની સુવિધા કાર્યરત રાખવાના સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે નાગરિક સંરક્ષણ માટેની મૂળભૂત સેવાઓની માહિતી
આપતા જણાવ્યું કે, ભાવનગર જિલ્લાના એરપોર્ટ, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ઘોઘા રો-રો ફેરી બંદર, રેલ્વે સ્ટેશન,
બંદરો, pgvcl સબ સ્ટેશનને કેટેગરી પ્રમાણે મહત્વના સ્થળો પર તૈયારીઓ કરવામાં આવેલી છે. નાગરિક સંરક્ષણના
સ્વયંસેવકો, વીજ વિભાગ, પોલીસ સ્ટેશન, ભાવનગર જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ
કરીને ફરજ પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા છે. કલેકટરશ્રીએ ભાવનગર જિલ્લામાં પડેલાં વરસાદની
આંકડાકીય વિગતોથી સચિવશ્રીને માહિતગાર કરવા ઉપરાંત ભૂતકાળમાં ભાવનગરમાં આવેલાં પૂર અંગે પણ
માહિતગાર કર્યાં હતાં.
આ બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. કે. મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી,
રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.એમ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, નાયબ પોલીસ
અધિક્ષક શ્રી આર.વી.ડામોર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts