અમરેલી તા.૦૮ મે, ૨૦૨૫ (ગુરુવાર) બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે લાભ મેળવવા જિલ્લાના ખેડુતોએ તા.૩૧ મે, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરવી.
કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમમાં, મીની ટ્રેક્ટર, રોટાવેટર (મીની), કલ્ટીવેટર (મીની), ટ્રેલર (મીની), પાણીનું ટેન્કર (મીની) તેમ જ વધુ ખેતીવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, વધુ ખેતીવાળા સુગંધિત પાકો, ઔષધીય પાકો, પમાંરોઝા, લેમન ગ્રાસ, તુલસી ખાસ અને સ્વીટ બેસિલ જેવા અન્ય સુગંધિત પાકો, હાઇબ્રિડ શાકભાજી પાકોનું વાવેતર, સ્ટ્રોબેરી, કંદ ફૂલ, દાંડી ફૂલ, છુટા ફૂલ, પોલી હાઉસ, નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટિંગ મટિરિયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, પોલી હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી અને લિલિયમના પ્લાન્ટિંગ મટિરિયલ, ખેતી ખર્ચ માટે સહાય, પોલી હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન, જર્બેરા, અન્થુર્યિમના પ્લાન્ટિંગ મટિરિયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, પ્લાન્ટેશન પાકો, મસાલા પાકો (રાઇઝોમેટિક અને બલ્બસ મસાલા), હની એક્ષ્ટ્રેક્ટર, મધમાખી હાઈવ માટે સહાય, મધમાખી પેટી, બોક્ષ સમીહ સાથે (કોલોની) અને અનાનસ (ટીસ્યુ) વગેરે જેવા ઘટકોમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકવામાં આવ્યુ છે.
ખેડૂતોએ http://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવી. લાભ લેવા ઇચ્છુક ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે.
અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈને ખેડૂતોએ પોતાની પાસે રાખવી, જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરુરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામક શ્રી, જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે રજૂ કરવા, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામક શ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments