અમરેલી

બાબરાના ગમાપીપળીયા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ યોજાયો

બાબરાના ગમાપીપળીયા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ ની ભવ્ય ઉજવણી બાબરા તાલુકા પ્રમુખ ના પ્રતિનિધિ બાબુભાઈ રામાણી ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ સરપંચશ્રી ઉપ સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી ગામ આગેવાનો વાલી ઓ આરોગ્ય કર્મચારીઓ  આંગણવાડી બહેનો અધિકારી શ્રીઓ તેમજ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ સર્વો ચાલુ વરસાદમાં પણ હાજરી આપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ને શોભાવ્યો આંગણવાડી ના બાળકોને દફતર અને કીટના દાતા ભાનુભાઈ પાનશેરીયા તરફથી આપવામાં આવેલ બાળ વાટીકા અને ધોરણ-૧ ના બાળકોને કીટ વિતરણ કરવામાં આવી પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સીઆરસી વિજયભાઈ સેંજલીયાએ જણાવ્યું હતું કે તમારૂ બાળક કેમ આગળ વધે તેની ચિંતા અમે કરીએ છીએ. તાલુકા કે જિલ્લા લેવલે ગમે તે સ્પર્ધા હોય તેમાં ગમપીપળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવ વધારી નંબર મેળવે જ છે.તે પણ શાળા સ્ટાફ અને વાલીને આભારી છે.તેમજ મહાનુંભાવોને હસ્તે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા શાળા પ્રવેશોત્સવ ને યાદગાર બનાવવા છોડ માં રણછોડ ના મંત્ર સાથે હર્ષઉલ્લાસ થી વૃક્ષારોપણ કરાયું હતું આ તકે ભારતીય કિસાન સંધ ના અગ્રણી ભનુભાઈ પાનશેરીયાએ વૃક્ષારોપણ નહિ પણ વૃક્ષ ઉછેર ની હદયસ્પર્શી પ્રતિજ્ઞા સાથે વૃક્ષારોપણ નો સુંદર સંદેશ આપ્યો હતો  

Related Posts