અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે આ “નવા નીરના વધામણાં” કાર્યક્રમ યોજાયો હતો.

સાવરકુંડલા શહેરના બાયપાસ રોડ પર નિર્માણાધીન રૂ. 5 કરોડ ના ખર્ચે બની રહેલ અમૃત સરોવરમાં
નવાનીરના આગમનને વધાવવામાં આવ્યું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, અમૃત સરોવરમાં આવેલા આ નવા નીર
સાવરકુંડલા-લીલીયા વિસ્તારની ખેતીને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે,
આ પાણીની ઉપલબ્ધતા આ વિસ્તારના વિકાસને વધુ “પાણીદાર” બનાવશે અને કૃષિ ક્ષેત્રે નવી આશા
જગાવશે.

આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને
નવા નીરના આગમનને ઉત્સાહભેર વધાવ્યું હતું, જે ભવિષ્યમાં આ વિસ્તારની આર્થિક અને સામાજિક
ઉન્નતિ માટે ફળદાયી નીવડશે તેવી આશા વ્યક્ત કરી હતી

Related Posts