અમરેલી જિલ્લાનાં મગફળી પકવતા ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે અને ખેડૂતોએ નોંધણીમાં મગફળી પાક દર્શાવેલ સર્વે નંબરમાં ડીજીટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વાવેતર સાથે વેરીફીકેશન કરવામાં આવી રહી છે. જે ખેડૂતોને નોંધણીમાં મગફળી પાક દર્શાવેલ સર્વે નબરમાં મગફળી પાક જોવા મળેલ નથી તેવા ખેડૂતોને SMS મારફત જાણ કરવામાં આવી છે અને તેવા ખેડૂતોને આ બાબતે કોઈ વાંધો હોય તો તેઓએ વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન-૩ માં સબંધિત ગામના તલાટી મંત્રી કે ગ્રામસેવકને રજૂ કરવાની રહેશે. તેમજ નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે આપના ગામના સર્વેયર મારફત અથવા તો ખેડૂતે જાતે જ સેલ્ફ સર્વે કરવા માટે Play Store પરથી Digital Crop Survey- Gujarat એપ ડાઉનલોડ કરી તેઓના એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રેશનનાં idથી લોગીન કરી સર્વે કરવાનો રહેશે. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, અમરેલીની યાદી જણાવ્યું છે
અમરેલી જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ અર્થેની વાંધા અરજી ૩ દિવસ સુધીમાં કરવી


















Recent Comments