અમરેલી

દામનગર જંગ હતો એક પરિવારના તૂટતા માળાને અકબંધ રાખવાનો અનુકંપા ફાઉન્ડેશન અમરેલી ના ડો કાનાબાર ની દુરંદેશી એ પાંચ લાખ નું ફંડ અર્પણ કરાયું

દામનગર જંગ હતો એક પરિવારના તૂટતા માળાને અકબંધ રાખવાનો લેબોરેટરી ટેક્નિશિયન રાજેશભાઈ ડોડીયાના પત્નીને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મુંબઈના પ્રખ્યાત કેન્સર નિષ્ણાત ડો. સુરેશ અડવાણીની સલાહ પ્રમાણે છ ઈન્જેક્શનોનો કોર્સ કરવાનો આવ્યો. ઓપરેશન, અનેક ડોક્ટરોને દેખાડવાની ફી, CT સ્કેન, MRI સ્કેન, કીમોથિરપી અને દવાઓ પાછળ પરિવારની મૂડી ઘસાઈ ચુકી હતી. ડો. અડવાણીએ લખેલ ઈન્જેક્શનોના એક કોર્સ પાછળ લગભગ ત્રણ લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ આવતો હતો.

ડો. અડવાણીએ લખેલ ઇન્જેકશનો શરુ કર્યા પછી પહેલીવાર આશાનું કિરણ દેખાયું. જ્યાં કેન્સરની ગાંઠો હતી તે ઓગળવાની શરુ થઈ અને તેની સાઈઝ ઘટવા માંડી. ડોડીયા યુગલ માટે કેન્સર સામેના આ જંગમાં નાનકડો પણ પ્રતીતિકર વિજય હતો. આ મહાવ્યાધિમાંથી પોતાની પત્ની બચી જશે તેવી શ્રદ્ધા જાગી. ડો.અડવાણીએ લખેલ સારવારમાં 21 દિવસના અંતરે ઇન્જેકશનો લેવાના હતા અને આવા કુલ 6 કોર્સ કરવાના હતા. 6 કોર્સના પ્રથમ ડોઝ પછી જે ફાયદો દેખાયો તે જોઈ પહેલી વાર રાજેશભાઈ ડોડીયાના ચહેરા પર ચિંતાની કરચલીઓ થોડી ઓછી થઈ. હજુ ઘણો પંથ કાપવાનો બાકી હતો પણ આમાંથી પોતાની પત્ની બહાર આવી જશે એવી સૌ પ્રથમ વાર શ્રદ્ધા જાગી.પણ સાથે સાથે એક નવી સમસ્યા ઉભી થઈ. અત્યાર સુધી આર્થિક રીતે ડામાડોળ થઈ ગયેલ ડોડીયાભાઈએ જેમતેમ કરીને 4 કોર્સ પૂરા કર્યો પણ હવે તેમની તમામ બચત પૂરી થઇ ગઈ હતી.

આ વાતની તેમણે મને મળીને પૂરી વિગતવાર વાત કરી. હવે બે ઇન્જેકશનનો કોર્સ બાકી હતો, જે માટે 6 લાખની જરૂર હતી. મેં આ વાત અમારા અનુકંપા ફાઉન્ડેશનના મિત્રોને કરી જેમણે તરત જ 1.11 લાખ રૂપિયાનો ફાળો આપવાની સંમંતિ આપી તો પણ બાકીની રકમનું શું કરવું એ મોટો પ્રશ્ન હતો.

આખરે આ માટે જાહેર અપીલ કરવાનું નક્કી કર્યું. રાજેશભાઈ ડોડીયા તો સામાજિક શરમને કારણે પહેલાં આનાકાની કરતા હતા પણ વિકલ્પ ન હોવાથી અમારી વાત માની અપીલ કરવાની સંમતિ આપી. માત્ર સોશિયલ મીડિયામાં કરેલ અપીલ બાદ નાના મોટા અનેક લોકો આગળ આવ્યા અને તે બધાએ ઉદાર હાથે આપેલ ફાળાથી કુલ 5 લાખની રકમ એકઠી થઇ જેનો ચેક રાજેશભાઈ ડોડીયાને સુપ્રત કર્યો. ડો. ભરતભાઈ કાનાબાર અનુકંપા ફાઉન્ડેશન –  અમરેલી મો. ૯૪૨૬૯ ૧૪૬૭૭ /  ૯૩૨૮૨ ૫૬૪૪૫ અમરેલી ના કરુણા વત્સલ્ય માનવતા વાદી તબીબ ડો કાનાબાર ની દુરંદેશી એ યોગ્ય સમયે યોગ્ય મદદ પીડિત પરિજનો માટે ખરારૂપે અનુકંપા બની રહેશે 

Related Posts