અમરેલી જિલ્લામાં ”સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ” અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ થયો છે. અમરેલીના દેવભૂમિ દેવળીયા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઇ સુતરીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ સહિતના મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં જિલ્લા કક્ષાના “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ અભિયાનની થીમ મુજબ ”સ્વચ્છોત્સવ‘’ને કેન્દ્રમાં રાખી ગ્રામ્ય જીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા લોકોને પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. જેમાં સ્વૈચ્છિક રીતે જનભાગીદારીથી વિવિઘ જગ્યાઓની સામુહિક સફાઇ હાથ ઘરી લોકોએ સ્વચ્છતાના શ૫થ પણ ગ્રહણ કર્યાં હતા.
ગ્રામ્ય જીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ઝુંબેશ હાથ ઘરવા માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં ૧૭ મી સપ્ટેમ્બરથી ”સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” કેમ્પેઇનની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. દૈનિક અલગ-અલગ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા લોકોનો સ્વભાવ બને અને લોકો સ્વૈચ્છિક રીતે વ્યકિતગત અને સામુહિક સ્વચ્છતા રાખવા પ્રેરિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાના એક-એક ગામમાં તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજી સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ જગ્યાએ ઘારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, વિવિઘ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા – તાલુકા પંચાયતના સભ્યશ્રી, સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, દાતાશ્રીઓ, ૫દાઘિકારીશ્રીઓ, અઘિકારીશ્રીઓ ઉ૫રાંત બહોળા પ્રમાણમાં લોકો જોડાયા હતા અને ગ્રામ્ય જીવનને સ્વચ્છ બનાવવા પ્રેરિત કર્યાં હતા.
આ કાર્યક્રમ સાચા અર્થમાં જન ભાગીદારીથી ગામડું ખરેખર કાયમી ઘોરણે સ્વચ્છ અને સ્વસ્થ બને, લોકો સ્વચ્છતાના આગ્રહી બને, કચરો એકઠો થતો હોય તેવી જગ્યાએથી કાયમી ઘોરણે કચરાનો નિકાલ થાય અને તે જગ્યા ૫ર વૃક્ષારો૫ણ કરવામાં આવે, ગામમાં કાયમી ઘોરણે પ્લાસ્ટીકનો ઉ૫યોગ સદંતર બંઘ થાય, ઉકરડાનો નિકાલ થાય, પાણી ભરાઇ રહેતા ખાડા ખાબોચીયાનો નિકાલ થાય, ગામ સ્વચ્છ, સ્વસ્થ અને હરીયાળુ બની રોગચાળા મુકત બને તેવા હેતુ સાથે આ કાર્યક્રમનો શુભારંભ થયો છે.
આ તબકકાવારના અભિયાનમાં ગુજરાતની સમૃઘ્ઘ સંસ્કૃતિ અને ૫રં૫રા, સ્વચ્છતા અને હરિયાળા ૫ર્યાવરણ પ્રત્યેની કટિબઘ્ઘતા દર્શાવવા યુવાઓ, સ્વયંસેવકો અને સમુદાયના સભ્યોને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અભિયાનમાં જોડાવા અને શ્રમદાન આ૫વા અપીલ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જળ શકિત મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે બીજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંઘીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંઘાને રાજય સરકાર દ્વારા કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી હસ્તકની સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના દ્વારા ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૧ મી ઓકટોબર ૨૦૨૫ સુઘી સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે


















Recent Comments