ગુજરાત

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો હતો જેમાં, વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 03110 વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે વડોદરા સ્ટેશન પરથી ઉપડશે. અત્યાર સુધી આ ટ્રેન વડોદરા પરથી સાંજે 4:45 કલાકે પ્રસ્થાન કરતી હતી, પરંતુ હવે સુધારેલા સમય મુજબ તે સાંજે 4:25 કલાકે પ્રસ્થાન કરશે. રેલવે તંત્રએ યાત્રીઓને વિનંતી કરી છે કે, તેઓ પોતાનું પ્રવાસ આયોજન કરતી વખતે આ નવા સમયને ધ્યાનમાં રાખે. સાથે જ, ટ્રેનના પરિચાલન સમય, રોકાણ અને સંરચના જેવી વિગતવાર માહિતી માટે યાત્રીઓએ સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.

Related Posts