ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા
અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ જુગારની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે જાફરાબાદ ટાઉનમાં મોચીવાડ
વિસ્તારમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ દરમિયાન બે ઇસમોને જાહેરમાં પૈસા તથા
ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર
સાહિત્ય સાથે પકડી પાડી, ત્રણ ઇસમો નાશી ગયેલ હોય, તમામ આરોપીઓ વિરૂધ્ધ
જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ
આગળની કાર્યવાહી થવા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ
છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) યોગેશભાઇ ભરતભાઇ પરમાર, ઉ.વ.૩૦, રહે.જાફરાબાદ, કોળીવાડ, મોટા
ઉચાણીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૨) વિપુલભાઇ જીવણભાઇ ચૌહાણ, ઉ.વ.૨૩, રહે.જાફરાબાદ, મોચીવાડ,
તા.જાફરાબાદ, જિ.અમરેલી.
રેઇડ દરમિયાન નાશી ગયેલ આરોપીઓની વિગતઃ-
(૧) સુરેશભાઇ નાનજીભાઇ સાંખટ, રહે.જાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૨) પ્રકાશભાઇ જીતેન્દ્રભાઇ સાંખટ, રહે.જાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૩) કમલેશભાઇ જીવણભાઇ બારૈયા, રહે.જાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૪,૭૨૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૨૪,૭૨૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. જનકભાઇ હિમાસીયા, લીલેશભાઇ બાબરીયા, ગોકુળભાઇ કળોતરા
તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments