અમરેલી

વડાપ્રધાનની સ્વપ્નદૃષ્ટિ સાકાર. સાવરકુંડલામાં જળક્રાંતિ સુરજવડી ડેમ ભરાતા દોલતી, ગોરડકા,ભમ્મર, મેરીયાણા,ઘાંણલા નાસહીત ૧૨ ગામોના ખેડૂતોને આર્થિક સમૃદ્ધિનો લાભ મળશે : ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વપ્નદૃષ્ટિ સમાન ‘સૌની’ યોજના અંતર્ગત
સાવરકુંડલા પંથકમાં જળ ક્રાંતિ લાવવા માટેના પ્રયાસોને મોટી સફળતા મળી છે. સાવરકુંડલાનો
સુરજવડી ડેમ કરોડના ખર્ચે નર્મદાના નીરથી ભરવા માટેનું ટેસ્ટિંગ અધિકારીઓની હાજરીમાં
સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ સફળ ટેસ્ટિંગથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ
છે.પાણીના સંગ્રહ શક્તિ વધારવા અને નર્મદાના નીરને સુરજવડી ડેમ સુધી લાવવાનો ભગીરથ

પ્રયાસ કરનાર ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે
જણાવ્યું હતું કે, સુરજવડી ડેમ ભરાતા દોલતી, ગોરડકા, ભમ્મર, મેરીયાણા, ઘાંણલા સહિત ૧૨
ગામોના ખેડૂતોને આર્થિક સમૃદ્ધિનો સીધો લાભ મળશે.સુરજવડી ડેમના સફળ ટેસ્ટિંગ બાદ હવે શેલ
દેડુંમલ ડેમ માં પણ નર્મદાનું પાણી નાખવાનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. આ ટેસ્ટિંગ સફળ
થયા બાદ અધિકારીક રીતે બંન્ને ડેમમાં નર્મદાના નીરના વધામણાં કરવામાં આવશે.
ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે સુરજવડી અને શેલ દેડુંમલ ડેમમાં નર્મદાના નીર આવવાથી ખેડૂતોનું
જીવનધોરણ ઊંચું આવશે.
‘સૌની’ યોજનાની આ સિદ્ધિના પરિણામે સુરજવડી ડેમ ભરાતા આજુબાજુના ૧૨૦૦ હેક્ટર વિસ્તારને
સીધો સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત, આજુબાજુના ૧૪ ગામોની જમીનમાં પાણીના તળ ઉપર
આવવાથી પીવાના પાણી અને અન્ય વપરાશની સમસ્યાઓ પણ હળવી થશે, જે આ પંથક માટે
એક મોટી જળક્રાંતિ સાબિત થશે.
નર્મદાના નીરથી ડેમો ભરવાના આ સફળ પ્રયાસ બદલ સ્થાનિક ખેડૂતોએ સરકાર અને ધારાસભ્ય
શ્રી મહેશભાઈ કસવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts