અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા સરહદી તણાવ અને પરસ્પર હુમલાઓ વચ્ચે અફઘાનિસ્તાને ભારતને સંઘર્ષમાં ઘસડવાના પાકિસ્તાનના પ્રયાસોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. પાકિસ્તાને અફઘાન તાલિબાન પર ભારત વતી પ્રોક્સી યુદ્ધ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનો અફઘાન સંરક્ષણ મંત્રીએ જોરદાર જવાબ આપ્યો છે.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ભારત પર અફઘાન તાલિબાનનો ઉપયોગ કરીને ભારત વતી પ્રોક્સી યુદ્ધ કરવાનો આરોપ લગાવ્યા બાદ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી મૌલાના મોહમ્મદ યાકુબ મુજાહિદે આ આરોપોનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આ આરોપો પાયાવિહોણા, અતાર્કિક અને અસ્વીકાર્ય છે. અમારી નીતિ ક્યારેય પણ અન્ય દેશો સામે અમારી જમીનનો ઉપયોગ કરવાની નથી. એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે, અમે ભારત સાથે સંબંધો જાળવી રાખીએ છીએ અને અમારા રાષ્ટ્રીય હિતોના માળખામાં તેમને મજબૂત બનાવીશું.’પાકિસ્તાન સાથેના સંબંધો અંગે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું,કે, ‘અમે પાકિસ્તાન સાથે સારા પડોશી સંબંધો જાળવીશું. અમારો ઉદ્દેશ્ય સંબંધો વધારવાનો છે, તણાવ પેદા કરવાનો નહીં. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતની નીતિ પાકિસ્તાન સહિત અન્ય કોઈપણ દેશ વિરુદ્ધ સશસ્ત્ર જૂથોને ટેકો આપવાની નથી. કાબુલ ઇસ્લામાબાદ સાથે સારા પડોશી સંબંધો અને વેપારના વિસ્તરણના આધારે સંબંધો સ્થાપિત કરવા માંગે છે.’પાકિસ્તાનને ચેતવણી આપતા અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી મૌલાના મોહમ્મદ યાકુબ મુજાહિદે જણાવ્યું કે, ‘જો કોઈ દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરશે, તો અમે હિંમતભેર અમારી ભૂમિનું રક્ષણ કરીશું. અફઘાન લોકોનો દેશના રક્ષણ કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. બંને દેશો વચ્ચેના તણાવ કોઈના હિતમાં નથી અને તેમના સંબંધો પરસ્પર આદરના સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ.’નોંધનીય છે કે, બંને પડોશી દેશો વચ્ચેના તણાવને ઘટાડવા માટે હવે કતાર બાદ આગામી બેઠક તુર્કીમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.
પ્રોક્સી યુદ્ધના આરોપ પર તાલિબાનનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- ભારત સાથેના સંબંધો જાળવી રાખીશું


















Recent Comments