અમરેલી

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ- પંચાયત  હસ્તકના રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ

અમરેલી જિલ્લામાં વરસાદને કારણે માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગોને થયેલું નુકશાન પૂર્વવત કરવા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની સુધારણાના કાર્યો હાથ ધરાયા છે.

દુરસ્તીકરણ કાર્યમાં તાજેતરમાં અભરામપરા એપ્રોચ રોડ, અમરાપુર ઢોલરવા કમીગઢ રસ્તાનું કામ શરૂ કર્યું છે. તેમજ તમામ તાલુકામાં ગ્રામ્ય રસ્તાના ડામર પેચવર્ક રિપેરિંગ શરૂ કરવામાં આવી છે. આ માર્ગ મરામતનું કાર્ય વહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ચોમાસા બાદ હાથ ધરાયેલા માર્ગ સુધારણાના આ કાર્યનો પ્રારંભ જિલ્લાના છેવાડાના વિસ્તારના માર્ગોથી કરવામાં આવ્યો છે. અહીં ડામર પેચવર્ક સાથે માર્ગની સરફેસ  દુરસ્ત કરી રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુગમ્ય બનાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની આપેલી સૂચના બાદ અમરેલી જિલ્લામાં ચોમાસામાં નુકસાન પામેલ રોડના પેચવર્ક ડામરથી કરવાની શરૂઆત કરવામાં આવી છે.

Related Posts