અમરેલી

સાવરકુંડલાના વરિષ્ઠ, સમર્પિત પત્રકાર કલમના કસબી એવા  બિપીનભાઈ પાંધીના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય બિપીનભાઈ પાંધીનો આજરોજ જન્મદિવસ હોવાથી મિત્રો શુભેચ્છકો શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે

બિપીનભાઈ પાંધી પોતે અખબારી રીપોર્ટિંગ ક્ષેત્રે સતત સક્રિય અને ગ્રાઉન્ડ રીયાલિટીનું તલસ્પર્શી પત્રકારત્વ દ્વારા લોકહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત રીપોર્ટિંગ કરીને લોકપ્રશ્રનોને વાચા આપવા અવિરત પ્રયાસ કરતા હોય અનેક લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળે છે.

પોતે મલ્ટિડાયમેન્શનલ વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી અમીર, ગરીબ, પક્ષ વિપક્ષ, સાધુ સંતો તેમજ બુધ્ધિજીવોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. આજરોજ તેઓ ૬૬ વર્ષ પૂર્ણ કરીને ૬૭ માં વર્ષમાં મંગલ પ્રયાણ કરતાં હોય તેમને  તંદુરસ્ત દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ તેના મોબાઈલ નંબર ૯૪૨૯૦૭૭૨૮૩ પર  પાઠવવામાં આવી રહી છે.

Related Posts