સાવરકુંડલામાં ગુંજતું નામ તેમજ હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ભાઈ શ્રી હિરેનભાઈ વેકરીયા V.H.R. O. ને ત્યાં ગત તારીખ ૧૯-૧૧- ૨૦૨૫ને બુધવારના રોજ વેકરીયા પરિવારનો કુળદીપક એવો પુત્ર રત્નનો જન્મ સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ હોસ્પિટલ કે જ્યાં દર્દીનારાયણની ફ્રી ઓફ ચાર્જમાં લાખો લોકોની સેવા કરી રહ્યા હોય ત્યાં સહેજ પણ વિચાર કર્યા વગર પોતાના પુત્રની ડીલેવરી કરાવી ગામ તેમજ તાલુકામાં એક સારો એવો દાખલો બેસાડી અને સાથોસાથ મૂળ જેનો ઉદ્દેશ છે સેવાનો એ તો કેમ ભુલાય ત્યારે ₹1,11, 111 નો ચેક અર્પણ કરી એક ઉમદા કાર્ય કરેલ હોય ત્યારે સમગ્ર લલ્લુભાઈ શેઠ ટ્રસ્ટી મંડળે હિરેનભાઈ વેકરીયાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે. એમ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયાએ જણાવ્યું હતું
સાવરકુંડલાના ઉદ્યોગપતિ વી. એચ. આર. ઓ. હિરેનભાઈ વેકરીયાએ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને રુપિયા એકલાખ અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન અર્પણ કર્યું


















Recent Comments