અમરેલી

અમરેલીના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફર્સ્ટ એઈડ, 108 સેવા અને ફાયર સર્વિસીસની તાલીમ અપાઈ

અમરેલી નગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના ધો. ૬ થી ૮નાં બાળકો માટે તા. ૨૬/૧૧/૨૦૨૫ થી જુદી – જુદી શાળાઓમાં ફર્સ્ટ એઈડ, 108 સેવાઓ બાબતે અને ફાયર સર્વિસીસની પ્રાથમિક માહિતી મળી રહે તેવા હેતુસર અવેરનસ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી તુષારભાઈ જોષી તેમજ શાસનાધિકારીશ્રી આશિષભાઈ જોષી તેમજ ચીફ ઓફિસરશ્રી વિનોદભાઈ રાઠોડનાં માગદર્શન હેઠળ આયોજિત થયેલી આ ટ્રેનિંગ આર્યભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ,  માણેકપરા પ્રાથમિક શાળા, બહારપરા કુમાર શાળા, કે.કે. પારેખ વિદ્યાલય ખાતે કુલ ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ટ્રેનીંગ મેળવી હતી. તેમજ તા. ૦૨/૧૨/૨૦૨૫ ના રોજ જેશીંગપરા કુમારશાળા ખાતે તેમજ તા. ૦૩/૧૨/૨૦૨૫નાં રોજ રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે ટ્રેનીંગનાં આયોજન કરવામાં આવ્યું છે,  તેમાં ૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ સ્ટેશન ફાયર ઓફિસર, અમરેલી, ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર ૧૦૮ સેવા, તેમજ ઈન્ડયન રેડક્રોસ સોસાયટી અમરેલીનાં સહયોગથી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રીજીયોનલ કમિશ્નરશ્રી નગરપાલિકાઓ ભાવનગર દ્વારા નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ હસ્તકની શાળાઓમાં ધો. ૬ થી ૮ નાં બાળકોમાં જન જાગૃતિના હેતુસર આ પ્રકારની તાલીમો યોજવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ ચીફ ઓફિસરશ્રી, અમરેલીની યાદીમાં જણાવાયું છે.

Related Posts