ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે માતીશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર (હાલ મુંબઈ) ના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો હતો.
માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર (હાલ મુંબઈ) સતત પાંચમા વર્ષે પણ આ કેમ્પના લાભાર્થી બનેલ.
આ કેમ્પમાં ખડસલી મુકામે આવેલ વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ પ્રસંગે ડો. વડેરા સાહેબ, ડો. પીપળીયા સાહેબ, ડો. રાજપુરા સાહેબ અષ્ટકાંતભાઈ સૂચક વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પને સફળ બનાવવા માટે સાવરકુંડલા રેડ ક્રોસ બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ અને ઈલાબેન વાઢેર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી













Recent Comments