ભાવનગર જિલ્લા કક્ષાનો ડીસેમ્બર-૨૦૨૫નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. : ૨૪/૧૨/૨૦૨૫ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામાં અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.



















Recent Comments