ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 16 થી 22 ડિસેમ્બર, 2025 દરમિયાન ‘નેશનલ મેથેમેટિક્સ
ડે’ નિમિતે આયોજિત સાપ્તાહિક ઉજવણીનું આજે ઉત્સાહભર્યા માહોલમાં સમાપન થયું.
આ સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત એક્સપર્ટ લેક્ચર્સ, ગણિત સાથે જ્ઞાન પ્રવૃત્તિઓ, મેથેમેટિક પઝલ્સ, મેજિક
નંબર્સ, મેથ ક્વિઝ કોમ્પિટિશન, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ તેમજ ઓરીગામી જેવી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓનું આયોજન
કરવામાં આવ્યું હતું.
વિવિધ વિષયના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને ગણિતના દૈનિક જીવનમાં ઉપયોગ, તર્કશક્તિ અને સમસ્યા હલ
કરવાની રીતો વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. શ્રીનિવાસ રામાનુજનના જીવન અને ગણિત ક્ષેત્રમાં આપેલા
અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી ડોક્યુમેન્ટરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. મેથ ક્વિઝ અને પઝલ પ્રવૃત્તિઓમાં
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની બુદ્ધિક્ષમતા અને વિચારશક્તિ પ્રદર્શિત કરી.
આ સમગ્ર ઉજવણી દરમિયાન અંદાજે 1500 જેટલા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય
જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભાગ લેનાર સૌ માટે ગણિત માત્ર વિષય નહીં પરંતુ એક રસપ્રદ અને જીવન સાથે
જોડાયેલ વિજ્ઞાન તરીકે અનુભૂતિમાં આવ્યું.
‘નેશનલ મેથેમેટિક્સ ડે’ ભારત દેશમાં દર વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ
ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. ભારત સરકારે વર્ષ ૨૦૧૨માં
રામાનુજનના ગણિત ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાનને માન આપતા ૨૨ ડિસેમ્બરને ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ તરીકે
જાહેર કર્યો હતો. શ્રીનિવાસ રામાનુજન ભારતના સૌથી પ્રતિભાશાળી અને વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞોમાંથી એક હતા.
રામાનુજનએ પોતાના સ્વઅધ્યયન દ્વારા ગણિતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હતી. નંબર
થિયરી, અનંત શ્રેણીઓ, કન્ટિન્યુડ ફ્રેક્શન અને પાર્ટિશન ફંક્શન જેવા વિષયોમાં તેમના સંશોધન આજે પણ
વિશ્વભરના ગણિતજ્ઞો માટે પ્રેરણાસ્રોત છે. ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ માત્ર એક ઉજવણી નથી, પરંતુ યુવા પેઢીમાં
ગણિત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો એક મહત્વપૂર્ણ અવસર છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર દ્વારા આયોજિત આ પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ,
તર્કશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક અને યુવાનોમાં STEM પ્રત્યે રસ,
જિજ્ઞાસા અને નવીનતા વિકસે તે માટે આરએસસી ભાવનગર સતત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન
કરતું રહે છે.
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ
ગોસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આરએસસી ભાવનગર ની મુલાકાત તથા વધુ માહિતી માટે
7874242632,9586100600 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.


















Recent Comments