સ્થાનિક શૈક્ષણિક સંસ્થા જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ, તળાજા ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન થાય તેવા ઉમદા હેતુથી એક વિશેષ વૈદિક દિનચર્યા કથ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા પ્રવચનકાર પુનિતબાપુ હરિયાણવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે
“બાળપણમાં હુઁ જે “ધર્મ”નાં જ્ઞાનથી વંચિત રહ્યો; એ જ્ઞાનથી હવે હિન્દૂનાં એકપણ બાળકને વંચિત નહિં રહેવા દવ..,!
તેમણે હિન્દુ ધર્મ અને વૈદિક પરંપરા સાથે જોડાયેલી દિનચર્યા વિશે ખૂબ જ રસપ્રદ અને સચોટ શૈલીમાં કથાનો પ્રારંભ કરાવ્યો હતો.
કથા દરમિયાન પૂજ્ય પુનિતબાપુએ બાળકો રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકે તેવી વૈદિક દિનચર્યા, આદર્શ જીવનશૈલી અને આપણા પારંપરિક કાર્યોના વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક મહત્વ વિશે વિગતે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીકાળથી જ વૈદિક પરંપરા મુજબની દિનચર્યા અપનાવવામાં આવે તો શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક વિકાસ પણ ઉત્તમ બને છે.
શાળા પ્રશાસનદ્વારા ઉત્તમ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું.સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને હોસ્ટેલના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પણ આ પ્રેરણાદાયી સત્રનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
સાથે સાથે પૂજ્ય પુનિત બાપુના હસ્તે.. સમગ્ર તળાજા તાલુકાની તમામ શાળાના બાળકો માટે મોબાઈલ રૂપી રાક્ષસથી બચાવીએ…! અભિયાન માટે શરૂ થયેલી નવી ચેનલ પણ લોન્ચ કરવામાં આવી હતી.

















Recent Comments