દામનગર શ્રી પરમધામ સેવા સમિતિ સહિત ની સામાજિક સંસ્થા દ્વારા ભૂમિદાહ ને બદલે અગ્નિદાહ ની પરંપરા સ્વીકારી સામાજિક સંરચના પહેલ કરતા દામનગર નાં વણકર સમાજ નાં રમાબેન વાલજીભાઈ બાબરીયા નું તાજેતરમાં દેહાવસાન થયેલ છે. તેમનાં પરિવારજનો એ સામાજીક સુધારા નો એક ઉમદા પ્રયાસ કર્યો છે કે.. તેમનાં સમાજ માં પરંપરાગત રીતે મૃત્યુ બાદ ની અંતિમ સંસ્કાર ની વિધિ ભુમીદાહ ( દફન) કરવામાં આવતું, ત્યારે તેમણે અંતિમ સંસ્કાર ની ઉમદા વિધિ “અગ્નિદાહ ” ” અગ્નિસંસ્કાર” અપનાવી સમાજ ને પ્રેરણાદાયી રાહ બતાવેલ છે.અને ભૂમિ અને પર્યાવરણ સંરક્ષણ નું કાર્ય કરેલ છે.આથી ” બાબરીયા ” પરિવાર નું આ પ્રસંગે સન્માન કરવાનું આયોજન આજરોજ તા. ૨૨/૧૨/૨૦૨૫ ને સોમવારે સવારે ૧૧-૩૦ કલાકે સદગત ના નિવાસ સ્થાન દામનગર ખાતે પરમધામ સેવા સમિતિ દામનગર સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા બાબરીયા પરિવાર નું શિલ્ડ સ્મૃતિ પત્ર અર્પી વિશિષ્ટ સન્માન કરાયું હતું
દામનગર સ્વ રમાબેન બાબરીયા પરિવાર નું સામાજિક સુધારા ની પહેલ બદલ સામાજિક સંસ્થા ઓ દ્વારા વિશિષ્ટ સન્માન


















Recent Comments