ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ અમરેલી તાલુકાના બાબાપુર મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, કેન્સર સહિતના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. આ તમામ રોગનું વહેલા નિદાન થવાથી આરોગ્ય સંભાળ પ્રત્યે ગ્રામ્ય નાગરિકોમાં સભાનતા વધશે.
નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટર થકી લોકોની જનસુવિધાઓ વધશે સાથે આરોગ્ય સુવિધાઓ સહિતની સગવડતાઓ ઘરઆંગણે ત્વરિત મળતી થશે.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી બસપોર્ટથી કુલ ૦૫ નવી એસ.ટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલી – સુરત ૦૨ બસ, રાજુલા-ઓખા ૦૨ બસ, બગસરા-કૃષ્ણ નગર ૦૧ નવી બસ શરૂ થતા સુરત,ઓખા સહિતના લાબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધુ સગવડતા અને સુવિધા મળશે. સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ થશે.
અમરેલીના બાબાપુર મુકામે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, સરપંચશ્રી, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહા હતા. સાથે અમરેલી બસપોર્ટ ખાતે એસ.ટી નવી બસોના પ્રસ્થાન વેળાએ અમરેલી એસ.ટી. ડિવિઝન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments