સાવરકુંડલામા એક દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાવરકુંડલા આંખની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા તાલુકાની અલગ અલગ સમાજની ૮ ટીમ રમાડવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય સમાજ,માલધારી સમાજ, બ્રાહ્મણ સમાજ,ખત્રી સમાજ,વાલ્મિકી સમાજ,લોહાણા સમાજ,પાટીદાર સમાજ,ઠાકોર સમાજની ટીમોએ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ ટીમો વચ્ચે ખૂબ ટક્કરની મેચ જોવા મળી હતી.જેમાં ફાઇનલ માલધારી સમાજ અને વાલ્મિકી સમાજની ટીમો વચ્ચે રમાઈ હતી. તમામ સમાજની ટીમો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. ફાઇનલ મેચ પણ ખુબ રોમાંચિત બની હતી. જેમાં ફાઇનલ મેચમાં માલધારી સમાજની ટીમનો વિજય થયો હતો. ફાઇનલ મેચમાં માલધારી ઇલેવનની ટીમ વિજેતા બની હતી જે આ મુજબની છે. (રાવતભાઈ , વિક્રમભાઈ, દેવાયતભાઈ , વિપુલભાઈ, ભાવેશભાઈ,હજાભાઈ, રઘુભાઈ ઘૂઘાભાઈ,જશુભાઈ, જીલુભાઈ, લાલભાઈ) વગેરે રહ્યા હતા એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલામાં એક દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

















Recent Comments