તારીખ ૪-૧-૨૬ ના રોજ કેતનભાઈ ખુમાણ દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સમગ્ર સાવરકુંડલાની શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. જેમાં માધ્યમિક વિભાગ ધોરણ ૯ ની વિદ્યાર્થીની બહેનો ઝાખરા અલ્ફીજા (પ્રથમ) સૈયદ રાબિયાબાનુ (દ્વિતીય) વાઘેલા મૈત્રી (તૃતીય) સ્થાન પ્રાપ્ત કરેલ. તેમજ ઉચ્ચતર માધ્યમિક ૧૧,૧૨ વિભાગમાં જાદવ શ્રદ્ધા (પ્રથમ) દેલાણીયા હિરલ (દ્વિતીય) બારૈયા ધ્રુવીશા (તૃતીય) રહેલ. વિજેતા બહેનોએ શાળા તેમજ પોતાના માતા- પિતાનું નામ રોશન કરેલું હતું.જેમને શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા તેમજ સાયકલ સ્પર્ધાના આયોજક કેતનભાઇ ખુમાણ અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.
સાવરકુંડલાની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ-સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓ ‘સાયકલ સ્પર્ધા’માં વિજેતા


















Recent Comments