અમરેલી

અમરેલીમાં તા.૦૯ જાન્યુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર આલ્ફા ઓટોલિંક એલ.એલ.પી, અમરેલી માટે આગામી તા. ૦૯ જાન્યુઆરીના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ કોઈપણ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનારા માટે ખાસ મહિલા રોજગાર ઈચ્છુકો  ભાગ લઈ શકશે. અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી સવારે ૧૧.૦૦  કલાકે આલ્ફા ઓટોલીંક એલ.એલ.પી, લાઠી રોડ બાયપાસ, અમરેલી ખાતે યોજાનારા આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.

અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts