શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજનો એન.એસ.એસ વાર્ષિક શિબિર તારીખ ૩-૧-૨૬ થી ૯-૧-૨૦૨૬ જુનાસાવર ગામ મુકામે યોજાઇ રહી છે.આ વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન તા. ૩-૧-૨૬ ના રોજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી/કામદારના અધ્યક્ષ સ્થાને થયું ,જેમાં અતિથિ વિશેષ શ્રી મનુભાઈ ડાવરા કે જેઓ સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય છે સાથે સાથે આ કાર્યક્રમમાં જુનાસાવર ગામના અગ્રણીશ્રીઓ શ્રી અનકભાઈ ખુમાણ, શ્રી ભાભલુભાઈ ખુમાણ,શ્રી કિશોરભાઈ કાનાણી,શ્રી બકુલભાઈ કાનાણી, શ્રી દિલીપભાઈ લહેરી,ડોક્ટર ભાઈલાલભાઈ કાનાણી,શ્રી કાળુભાઈ જીજવાડીયા તથા હાઇસ્કુલના આચાર્ય શ્રી આશિષભાઈ જોશી અને તેમનો સ્ટાફ, કુમારશાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પાઘડાળ અને એમનો સ્ટાફ,કન્યા શાળાના આચાર્ય શ્રીમતી રેખાબેન ગોસાઈ અને એમનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં,કોલેજના આચાર્ય શ્રી ડી.એલ.ચાવડા સાહેબે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપેલ હતો તથા સર્વેનું પુષ્પગુચ્છ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતાબેન જોષી એ એન.એસ.એસ ની આ સાત દિવસની શિબિર દરમ્યાન થનારી પ્રવૃત્તિઓનું અહેવાલ આપી એનએસએસના હેતુઓ જણાવેલ હતાં, હાઈસ્કૂલના આચાર્ય શ્રી આશિષભાઈ જોશી એ તેમના જીવનના એન.એસ.એસના અનુભવો જણાવી શિબિરાર્થી બહેનોને માર્ગદર્શન પૂરું પાડેલું હતું.અન્ય વક્તાઓમાં ડો.ભાઈલાલભાઈ કાનાણી,શ્રી વિનોદભાઈ વાળા,વગેરે એ પણ વક્તવ્ય આપ્યાં હતાં ,અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતી ચંદ્રિકાબેને જણાવ્યું કે એન.એસ.એસ દ્વારા થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ સ્વચ્છતા અભિયાન, સમાજસેવા, વ્યસનમુક્તિ,જ્ઞાન સત્ર,રમતગમતો, યોગ વ્યાયામ વગેરેના કારણે યુવાનોમાં જાગૃતિ આવે છે અને તેઓનું વ્યક્તિત્વ ઘડતર થાય છે,તથા કેમ્પની સફળતા માટે શુભેચ્છા પાઠવેલ છે. કાર્યક્રમના અંતે પ્રા.ડો.કે.પી વાળા સાહેબે કાર્યક્રમના અધ્યક્ષ ચંદ્રિકાબેનનો,સર્વે આમંત્રિત મહેમાનોનો,શ્રીમતી ટી.કે.પારેખ હાઈસ્કૂલના આચાર્યશ્રી કે જેઓએ ઉદ્ઘાટન કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી આપી, સ્વાગત ગીત રજુ કરનાર હાઇસ્કુલના બહેનો, સ્ટાફ તથા ગ્રામજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ હતી.કોલેજનો સમગ્ર સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં
શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા મહિલા આર્ટ્સ કોલેજની એન.એસ.એસ વાર્ષિક શિબિરનો જુનાસાવર ખાતે પ્રારંભ થયો…..


















Recent Comments