અમરેલી

તંત્ર ની ભૂલ નો ભોગ ગરીબો શુકામ બને ? દામનગર શહેર માં છ વર્ષ થી ઘર ના ઘર ની રાહ માં લબડતા ૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓની વ્હારે ધારાસભ્યે આવવું જોઈએ

દામનગર શહેર માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ઘર ના ઘર ની રાહ માં છ વર્ષ થી લબડતા અનેક જરૂરિયાત મંદ ગરીબ પરિવારો વર્ષ ૨૦૧૯ થી ટલ્લે ચડાવી દેવાયા છે ફેજ ૧ અને ફેજ ૨ માં ૨૫૦ જેટલા પ્રધાન મંત્રી આવાસ મંજુર થયા પણ વર્ષ ૨૦૧૯ થી પધાન મંત્રી આવાસ ની એકપણ દરખાસ્ત માં છ વર્ષ સુધી અભિપ્રાય ન આપી ટટળાવતા તંત્ર એ છ વર્ષ પહેલાં ઇનવોર્ડ કરેલ પ્રધાન મંત્રી ની દરખાસ્તો માં આવક ના નવા દાખલા જોડવા લાભાર્થી ઓને દરખાસ્ત પરત કરાય નવા દાખલા મેળવ્યા બાદ લાભાર્થી ઓ પાસે પ્રધાન મંત્રી ની દરખાસ્ત ઓન લાઈન કરવા ફરજ પડાય પછી અંતે ૫૦ જેટલી દરખાસ્તો ના મંજુર કરાય ભાયું ભાગ સંમતિ વારસાઈ કે દસ્તાવેજ વાળી દરખાસ્તો ના મંજુર કરતા ભારે મુંજવણ માં મુકાયેલ ગરીબ પરિવારો નાસીપાસ ખૂબ ખર્ચ બાદ પણ ઘર નું ઘર મળવાની શક્યતા ઓ નહિવત બની આ અંગે સ્થાનિક ધારા સભ્ય એ મધ્યસ્થી કરી સરકાર માંથી આવા જરૂરિયાત મંદ પરિવારો ને ઘર નું ઘર મળે તે માટે મદદ રૂપ બનવું જોઈ એ દસ્તાવેજ વાળી સંમતિ વાળી વારસાઈ હક્ક વાળી મિલકત ના લાભાર્થી ખોટા છે ? રેવન્યુ વહેવાર કે સીટી સર્વે માં નોંધ ન પડાવવા થી માલિકી હક્ક સમાપ્ત થાય ખરા ? સંતાનો માં દીકરો ન હોય તેવા લાભાર્થી ને વારસદાર ન હોવા નું કારણ આપી દરખાસ્ત ના મંજુર કરવી કેટલી વ્યાજબી ? પ્રધાન મંત્રી આવાસ માટે લબડતા ૫૦ જેટલા જરૂરિયાત મંદ પરિવારો ની વ્હારે આવી ગરીબ પરિવારો ને ઘર નું ઘર બને તે માટે ગુજરાત સરકાર ના પ્રતિનિધિ ધારાસભ્ય એ મદદ કરી પ્રાદેશિક કમિશનર શહેરી વિકાસ વિભાગ સુધી સંકલન કરી આવી સામાન્ય ક્ષતિ દુરસ્ત કરી ગરીબ પરિવારો ને ઘર ના ઘર નું સ્વપ્ન સાકર કરાવે તેવી અનેક પરિવારો ને આશા 

Related Posts