મહુવા રોડ પર આવેલા રમત ગમત સંકુલ ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષાની સોફ્ટબોલ સ્પર્ધાનું ભવ્ય અને ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ વયજૂથના ભાઈઓ તથા બહેનોની જિલ્લાની વિવિધ શાળાઓમાંથી કુલ ૧૫ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
સમગ્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા અંડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ તેમજ બહેનોની બંને કેટેગરીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા પ્રથમ સ્થાને રહીને વિજેતા બની હતી. જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક વિધાલય રનર અપ બની બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા રમતગમત અધિકારી શ્રીમતી પૂનમબેન સલખણા, કે. કે. હાઈસ્કૂલના પીટી ટીચર શ્રી પ્રકાશભાઈ દવે, એ. કે. ઘેલાણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિપેશભાઈ પંડ્યા તથા ગુરુકુળ શાળાના કોચ શ્રી દીપકભાઈ વાળા અને શ્રી ઝાલા દિગ્વિજયસિંહે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો.
સ્પર્ધા દરમિયાન દીપકભાઈ વાળા અને ઝાલા દિગ્વિજયસિંહે કોચ તરીકે સેવા આપી હતી, જ્યારે અમ્પાયર તરીકે ઝાલા ધર્મરાજસિંહ, રાઠોડ વિશ્વરાજ, રાઠોડ હર્ષદસિંહ, ત્રિવેદી નીરજ, ચોડવાડિયા ખુશી અને શ્રુતિબેને નિષ્પક્ષ અને સરાહનીય કામગીરી કરી હતી.
શાળાના આ શાનદાર વિજય બદલ સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ અને કોચિંગ સ્ટાફને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ, આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા, શ્રી કમલેશભાઈ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ ગોસ્વામી, શ્રીમતી વૈશાલીબેન પટેલ, શ્રી ગૌરાંગભાઈ મહેતા, સમગ્ર શિક્ષકગણ, રમતગમત ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો.


















Recent Comments