પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૨/૦૬/૨૦૨૬ થી તા.૨૧/૦૬/૨૦૨૬ સુધી
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ડુંગર પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૨૨૩૦૦૯૧/૨૦૨૩, આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(બી)(એ), ૨૯
તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા
માટે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત તેમજ
ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ડુંગર પોલીસ
સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ –
સુરેશભાઇ ઉર્ફે ગોપાલભાઇ શંકરજી ગર્ગ, ઉ.વ.૪૨, રહે.જાલમપુરા, તા.દુગલા,
જિ.ચીત્તોડ (રાજસ્થાન).
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ
વાળા તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ
હીમાસીયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.













Recent Comments